thumbnail

By

Published : Jul 20, 2020, 7:06 PM IST

ETV Bharat / Videos

અમરેલી- બગસરા રોડ પર ગમખ્વાર અકસ્માત ૪નાં મોત, 3 ઘાયલ

અમરેલીના ગાવડકા ગામના લોકો માટે આજનો દિવસ કાળમુખો સાબિત થયો હતો. બગસરા રોડ પર બાબાપુર પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં આ ગામના ચાર વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. તમામ મૃતક એક જ પરિવારના હોવાનું જાણવા મળે છે. ચારેયના ઘટનાસ્થળ પર જ અકસ્માતના પગલે કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં અન્ય 3 ઘાયલ પણ થયાં હતાં જેઓને ગંભીર ઈજા સાથે રાજકોટ અને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.