ભારે ઉકળાટ વચ્ચે નવસારી શહેરમાં વરસાદી માહોલ, શેરડી પાકને નુકસાન થવાની ભીતિ... - Rain in navsari - RAIN IN NAVSARI
🎬 Watch Now: Feature Video
Published : Sep 23, 2024, 10:42 PM IST
નવસારી: ગુજરાતમાં ચોમાસું સમાપ્ત થવાની આરે ઊભું છે. આથી છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદથી ચિંતિત લોકોને હાશકારો થયો છે. પરંતુ હવામાં વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસું વિદાય લે તે પહેલા અમુક જિલ્લાઓમાં હજુ પણ વરસાદની શક્યતાઓ છે. ત્યારે નવસારી શહેરમાં શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય અને ગરમીનો ઉકરાટ પણ વધ્યો હતો પરંતુ બપોર બાદ ભારે પવન સાથે વરસાદી ઝાપટા ની શરૂઆત થઈ હતી શહેરના જુદા જુદા વિસ્તારોમાં મુખ્ય રસ્તા ઉપર પાણીથી તરબોળ થઈ ગયા હતા શ્રાદ્ધ પક્ષમાં આમ તો ગરમીનો પ્રપોઝ વધારે હોય છે. આજે પડેલા વરસાદી ઝાપટા કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. ખેડૂત સમાજ પ્રમુખ પિનાકીન પટેલ જણાવ્યું હતું કે,પહેલી સપ્ટેમ્બર થી જે શેરડીનું વાવેતર કરવામાં આવ્યું છે. તેને આજે પડેલો વરસાદી ઝાપટાના કારણે નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. કારણ કે પાણીના ભરાવાના કારણે શેરડીના રોપામાં પાણી અને ફૂગજન્ય રોગો થવાની ભીતિ સર્જાઈ શકે છે, અને અગામી સમયમાં પણ જો આ જ પ્રમાણે વરસાદી જાતા રહેશે તો શેરડીના વાવેતરમાં નુકસાની સર્જાઈ શકે છે.