પોરબંદરના બરડા ડુંગરના જંગલમાં વનવિભાગના મહિલા કર્મચારી સહિત 3 લોકો ગુમ - અતિભારે વરસાદ
🎬 Watch Now: Feature Video

પોરબંદરઃ એક તરફ પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ છેલ્લા ઘણા દિવસોથી પડી રહ્યો છે. ત્યારે બરડા ડુંગરમાં આસપાસના વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. શનિવાર રાતથી વન વિભાગના એક મહિલા ફોરેસ્ટ કર્મી અને અન્ય બે વ્યક્તિ બરડા જંગલમાં ગયા હતા. જેઓનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હોવાથી રવિવારે ગોઢાણા નજીકના કુંડના નાકા પાસેથી રસ્તા પર તેમની ગાડી મળી આવી હોવાનું પણ લોકોએ જણાવ્યું છે. ત્રણેયને શોધવા માટે વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા બરડા ડુંગરમાં શોધખોળ હાથ ધરી છે. પોરબંદર વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, બરડા જંગલમાં ફરજ બજાવતા વન વિભાગના બીટ ગાર્ડ હેતલબેન રાઠોડ તથા અન્ય બે વ્યક્તિનો સંપર્ક શનિવાર સાંજથી ન થતા વનવિભાગના સ્ટાફ દ્વારા જંગલમાં શોધખોળ શરૂ કરાઈ છે. આ ઉપરાંત પોરબંદર પોલીસે પણ તપાસ શરૂ કરી છે.