રાજકોટના મંદિરમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ કરનારા 3ની ધરપકડ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરના માલવીયનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલ મેલડી માતાના મંદિરમાં દારૂની મહેફિલ થતી હોય એવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અંગે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને મંદિરની અંદર લગાવવામાં આવેલા CCTV કેમેરા તપાસવામા આવ્યા હતા, પરંતુ આ ઈસમો દ્વારા CCTV તોડી નાખવામાં આવ્યા હતા. જો કે, પોલીસે ડીવીઆર કબ્જે કરી તેમાંથી આરોપીના ફૂટેજ મેળવીને 3 ઇસમોની ધરપકડ કરી છે. ઇસમોની ધરપકડ થતા આ સમગ્ર મામલો અલગ જ હોવાનું સામે આવ્યું હતું.