વલસાડ જિલ્લામાં 21, દાદરા નગર હવેલીમાં 8 અને દમણમાં કોરોનાના 7 પોઝિટવ કેસ નોંધાયા - દમણમાં કોરોના
🎬 Watch Now: Feature Video

વલસાડ: શનિવારે વલસાડ જિલ્લામાં કોરોનાએ રેકોર્ડ તોડ્યો છે. શનિવારે એક જ દિવસમાં જિલ્લામાં કોરોનાના 21 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં વલસાડ શહેરમાં 3, પારડીમાં 7, વાપીમાં 9 અને ઉમરગામમાં 2 કેસ સામેલ છે. જેથી વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 114 થઇ છે. આ ઉપરાંત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 8 અને દમણમાં કોરોનાના 7 કેસ પોઝિટવ નોંધાયા છે. વલસાડમાં એક સાથે 21 કેસ પોઝિટિવ આવતાં હીવટીતંત્રએ પોઝિટિવ કેસ આવેલા વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે.