2000 ગુજરાતી રાજપુતાણીઓએ એક સાથે તલવાર રાસ રમ્યો, બન્યો વર્લ્ડ રેકોર્ડ - કેન્દ્રીય પ્રધાન વી.કે સિંહ
🎬 Watch Now: Feature Video
જામનગર: ગુજરાતની ધરતીએ શુરવીરોની ધરતી કહેવાય છે. આજના કોમ્ય્યુટર અને મોબાઇલ યુગમાં ભારતીય સંસ્કૃતિ વિસરાઇ રહી છે, ત્યારે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા એક અનોખો પ્રયાસ કરાયો હતો. જેમાં આજે જામનગર જિલ્લાના ધ્રોલ ગામે ભૂચરમોરીના મેદાન પર 2000 કરતા વધુ રાજપુતાણી બહેનો એક સાથે તલવારબાજી કરી હતી. આ મહિલાઓ તસવાર રાસ રમી વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. ભૂચર મોરી મેદાનમાં સાતમના દિવસે દર વર્ષે મેળો યોજાયો ભરાય છે. આ કાર્યક્રમમાં સેનાના પૂર્વ વડા અને કેન્દ્રીય પ્રધાન વી.કે સિંહ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
Last Updated : Aug 23, 2019, 4:17 PM IST