શામળાજીના મેશ્વો જળાશયમાંથી રવિ સીઝન માટે 200 ક્યુસેક પાણી છોડાયું - 200 cusecs of water was released from the Shamlaji Meshvo reservoir for the Ravi season
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: રવિપાકની સીઝન માટે શામળાજીના મેશ્વો જળાશયમાંથી મુખ્ય સીઝનમાં બીજા તબક્કાનું કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. જેમાં ખેડૂતોના રવિપાક માટે ડેમમાંથી 200 ક્યુસેક પાણી છોડતા ભિલોડા અને મોડાસાના ખેડૂતોને 2000 હેક્ટર જમીનમાં સિંચાઈનો લાભ મળશે. ચાલુ વર્ષે સિઝનનો સારો વરસાદ થવાથી રવિ પાક માટે 6 તબક્કા સુધી પાણીનો લાભ ખેડૂતોને મળશે.