પોરબંદરમાં મેઘરાજા મહેરબાન, 2 ઇંચ વરસાદ નોંધાયો - rain fall in Porbandar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7903279-383-7903279-1593946434103.jpg)
પોરબંદર : આજે રવિવારે 12 કલાકથી એક કલાક વચ્ચે બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો અને ઠેર-ઠેર મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. તો દરિયામાં પણ અનોખો કરંટ જોવા મળ્યો હતો. દરિયાના મોજા પણ વધુ ઊંચાઇએ ઉછળતા હતા. જ્યારે પોરબંદરના રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના આસપાસના ગામમાં પણ વધારે વરસાદ પડ્યો છે, ત્યારે ગઈકાલે ભોમિયાવદરમાં વાડીમાં વિજળી પડતાં એક બળદ અને એક ભેંસનું મોત નિપજ્યું હતું.