સાપુતારાના પ્રવાસે જતી અંક્લેશ્વરની સ્કૂલબસ ચીખલી નજીક પલટી, 19 વિદ્યાર્થીઓ ઘાયલ - school bus accident
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6019083-thumbnail-3x2-m.jpg)
ભરૂચ: જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો. જેથી પ્રવાસ માટેની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી. તે દરમિયાન બસ ચીખલી નજીક પલટી મારી ગઈ હતી. જેથી બસમાં સવાર 54 વિદ્યાર્થીઓમાંથી 19 વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 23 ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે ચીખલી અને નવસારીની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જે પૈકી ત્રણની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
Last Updated : Feb 10, 2020, 4:32 PM IST