સુરેન્દ્રનગર જિલ્લામાં એક સાથે કોરોનાના 17 પોઝિટવ કેસ નોંધાયા - કન્ટેન્મેન્ટ ઝોન
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: જિલ્લામાં કોરોના પોઝિટિવના 17 કેસ નોંધાયા હતાં. જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં 12 કેસ પોઝિટિવ નોંધાયા હતાં. જ્યારે ધાંગધ્રા તાલુકામાં 2 પાટડીમાં એક મૂડીમાં એક દંપતિનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. એક સાથે 17 કેસ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. તે વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન, કોરેન્ટઈન અને સેનેટરાઈઝરની આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કોરોના કુલ આંક 226 પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના 120 દર્દીઓ સાજા તેને ઘરે પરત પહોંચ્યા છે. હાલમાં 97 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અને જિલ્લામાં કોરોનાથી 8 લોકોના મોત નિપજ્યા છે.