વલસાડમાં ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળમાં 16314 વિધાર્થીઓએ પરીક્ષા આપી - Valsad Latest News
🎬 Watch Now: Feature Video
વલસાડઃ સમગ્ર ગુજરાતની સાથે સાથે વલસાડ જિલ્લામાં પણ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ બિન સચિવાલય ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં પણ 16314 જેટલા વિદ્યાર્થીઓએ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપી હતી. પરીક્ષામાં પ્રશ્નપત્ર સરળ રહ્યું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. પરીક્ષાના આયોજન માટે વલસાડ જિલ્લામાં કુલ 41 બિલ્ડિંગમાં 544 જેટલા વર્ગખંડ બનાવાયા હતાં. જેમાં આ તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી