વડનગર સરકારી મેડિકલ હોસ્પિટલમાં કાર્યરત ખાનગી સ્ટાફ હડતાળ પર - વડનગર ન્યૂઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 7, 2020, 4:35 PM IST

મહેસાણા: જિલ્લામાં આવેલું વડનગર વડાપ્રધાન મોદીના વતન સાથે ઉત્તર ગુજરાતની એક મોટો સરકારી મેડિકલ કોલેજનું ગૌરવ ધરાવે છે. આમ છતાં આજે આ હોસ્પિટલમાં તંત્રનો અણધણ વહીવટ સામે આવ્યો છે. જેથી હોસ્પિટલમાં ખાનગી એજન્સી થકી સેવા આપનારો 160 જેટલો સ્ટાફ હળતાળ પર ઉતર્યો છે. આ તમામનો 21,300 પગાર ચોપડે બોલે છે. જ્યારે તેમને 12,000 રૂપિયા જ આપવામાં આવી રહ્યા છે. આ અંગે સ્ટાફ દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી હાલમાં કોરોના વોરિયર્સ બનેલો આ યુવા સ્ટાફ હોસ્પિટલના કામથી અડગા રહ્યા છે. સ્ટાફની માગ છે કે, તેમને પૂરો પગાર આપવામાં આવે અને તમામ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવે. આ મામલે વડનગર મેડિકલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડિન સુનિલ ઓઝનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેઓ સંપર્ક વિહોણા રહ્યા હતા. અહીં સવાલ થાય કે, આ હોસ્પિટલમાં હાલ 17 જેટલા કોવિડ-19ના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ત્યારે આ સમયે આ હડતાળ કેટલી યોગ્ય ગણી શકાય.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.