દારુલ ઉલુમના મદ્રેસામાં અભ્યાસ કરતા 1200 વિદ્યાર્થીઓને લઇ ભરૂચથી બિહાર ટ્રેન રવાના...
🎬 Watch Now: Feature Video
ભરૂચ: કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા અપાયેલા લોકડાઉનના એલાનના કારણે બીજા અનેક પરપ્રાંતીયોની સાથે ભરૂચ જીલ્લાના વિવિધ દારુલ ઉલુમ અને મદ્રેસામાં અભ્યાસ કરવા આવેલા બિહાર સહિતના રાજ્યોના વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. ત્યારે આ અંગે રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને રજૂઆત કરાતા તેમના પ્રયાસોથી વિદ્યાર્થીઓ માટે રેલ્વે વિભાગ દ્વારા સ્પેશ્યલ ટ્રેન ફાળવવામાં આવી હતી. આથી આજે સવારે 1200 વિદ્યાર્થીઓના થર્મલ સ્ક્રીનિંગ બાદ સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા અને રેલવેના અધિકારીઓએ લીલીઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા,જીલ્લા કોંગ્રેસના માઈનોરીટી સેલનાં અધ્યક્ષ સલીમ પટેલ, ભરૂચ સ્ટેશન માસ્તર ડી.કે.રાજુલ ઉપસ્થિત રહ્યા હતા.