મહીસાગરમાં કોરોનાનો કહેર યથાવત, નવા 15 કેસ નોંધાયા - કોરોના મહામારી
🎬 Watch Now: Feature Video
લુણાવાડા: મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. મંગળવારે જિલ્લામાં 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં મંગળવારે 13 દર્દીઓ સાજા થતા તેમણે ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જિલ્લામાં સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા 467એ પહોંચી છે. નવા 15 કેસમાં લુણાવાડા શહેરમાં 9, લુણાવાડા ગ્રામ્યમાં 3, બાલાસિનોરમાં 2, અને કડાણામાં 1 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 581 પર પહોંચી છે. અત્યાર સુધી કોરોના સંક્રમણથી 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવમાંથી 80 કેસ એક્ટીવ છે.