રાજકોટમાં કોરોના પોઝીટીવ કેસના દર્દીના સંપર્કમાં આવેલા 13 લોકોને મોરબી હૉસ્પીટલ ખાતે ખસેડાયા - 13 people in touch with Rajkot positive case patient rushed to Morbi Hospital
🎬 Watch Now: Feature Video

મોરબીઃ રાજકોટમાં જે દર્દીનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેની સાથે માળિયા અને વાંકાનેરના 4 લોકો હાજીપીરની યાત્રા કરવા જઈ રહ્યા હતા. જેની જાણ થતાં મોરબી પ્રશાસન તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા તાત્કાલિક તેઓને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ચેકઅપ માટે લઇ આવવામાં આવ્યા હતા. જે ચાર લોકો પોતાના પરિવારના સંપર્કના આવ્યા હતા. તેઓને પણ તકેદારીના ભાગ રૂપે કુલ 9 વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ ખાતે ચેકઅપ માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, 13 લોકોના ચેકઅપ બાદ એક પણ વ્યક્તિમાં કોરોના વાઈરસના લક્ષણો ન જણાતા મોરબીની પોલીટેકનીક કોલેજ ખાતે કોરોન્ટાઈલ વોર્ડ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રસાસન તંત્રને જાણ થતા અધિક કલેકટર કેતન જોષી, સિવિલ હોસ્પિટલના સુપ્રીટેનડન્ટ ડો.દૂધરેજિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
Last Updated : Mar 20, 2020, 9:12 AM IST