રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 1376 થઈ, કુલ 53ના મોત - Ahmedabad witnessed the highest number of 96 cases
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે શનિવારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં સવાર બાદ કોરોનાના વધુ 104 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ 96 કેસ સામે આવ્યા હતા. વડોદરામાં 3 , ભાવનગર 2, મહીસાગર 1, પંચમહાલ 1, સાબરકાંઠામાં 1 કેસ નોંધાયો હતો. ઉપરાંત શનિવારે 5 લોકોના મોત થયાં છે જ્યારે 5 લોકો સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ દર્દીની સંખ્યા 1376 થઈ ગઇ છે.