Navratri 2021: કચ્છના માધાપરમાં આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા નવરાત્રિની પૂર્ણાહુતિના ભાગરૂપે 100 બાલિકાઓનું પૂજન કરાયું - નવરાત્રિના પૂર્ણાહુતિના ભાગરૂપે બાલિકાઓનું પૂજન કરાયું
🎬 Watch Now: Feature Video
માધાપર, કચ્છ : માધાપરના આર્ષ અધ્યયન કેન્દ્ર ખાતે નવરાત્રિ દરમિયાન સાધકો દ્વારા સ્વામી પ્રદીપ્તાનંદજી સરસ્વતીના અધ્યક્ષ સ્થાને નોરતામાં અનુષ્ઠાન અને સાધકો દ્વારા 1 લાખ મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. આશ્રમ ખાતે નવરાત્રિની પૂર્ણાહુતિના ભાગરૂપે 100 જેટલી 10 વર્ષથી નાની ઉંમરની દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી દીકરીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું અને તેમને વિશેષ ઉપહાર આપવામાં આવ્યા હતા. ત્યાના સાધકે જણાવ્યું કે, અનુષ્ઠાન દરમિયાન અમને 12 મહિનાની શકિત મળી જાય છે અને શારીરિક અને માનસિક રીતે શાંતિ પણ મળે છે. ત્યારે આજે આ બાલિકાઓનું પૂજન કરીને એવું અનુભવ થયું કે માતાજીનું સાક્ષાત પૂજન કર્યું છે.