હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ, 10 ગામો સંપર્ક વિહોણા
🎬 Watch Now: Feature Video
તાપીઃ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પાણીની આવક દર કલાકે વધી રહી છે. ગત મોડી સાંજથી 75 હજાર ક્યુસેક પાણી તાપીમાં છોડવાનું શરૂ કરાયું હતું. પણ રાત્રે અને વહેલી સવારે પણ ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થતાં હવે એક લાખ 85 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં હાલ છોડાઈ રહ્યું છે. જેના પગલે તાપી નદીમાં પ્રકોપ શરૂ થયો હોય તેમ બારડોલી તાલુકાના હરિપુરા ગામેથી પસાર થતો તાપી નદી પર આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થયાં બાદ ચાર ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. જેથી કોઝ વે પરના 10થી વધુ ગામો કડોદ , બારડોલી, સુરત સાથે સીધો સંપર્ક કપાયો છે. જેથી વહીવટી તંત્ર દ્વારા પણ તાપી નદી કિનારે વિસ્તારના ગામોને સાવચેત કરાયાં છે.