નર્મદા ડેમના 15 દરવાજા ખોલતા 20થી વધુ ગામમાં એલર્ટ જાહેર - BHARUCH
🎬 Watch Now: Feature Video
ભરુચ: નર્મદા ડેમમાંથી 4 લાખ કયુસેક પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડનબ્રીજ નજીક નર્મદા નદીનું જળસ્તર તેના વોર્નિંગ લેવલ 22 ફૂટને પાર કરી ગયું છે. નદી કાંઠાનાં ગામ લોકોને સાવચેત રહવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીનું જળસ્તર 22 ફૂટના તેના વોર્નિંગ લેવલને પાર કરી ગયું છે. નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે.નર્મદા નદીના જળસ્તર વધતા વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને નદી કાંઠે આવેલ 20થી વધુ ગામોના લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.