પદ્મશ્રી બલબીરસિંહ સિનિયરના રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર - ETV Bharat News
🎬 Watch Now: Feature Video
ચંડીગઢઃ હોકીના મહાન ખેલાડી અને ગોલ મશીન તરીકે જાણીતા પદ્મશ્રી બલબીરસિંહ સિનિયરનું સોમવારે સવારે નિધન થયું હતું. બલબીરસિંહ સિનિયર 95 વર્ષના હતા. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 15 દિવસથી તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે તેમણે સોમવારે સવારે 6.17 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ચંડીગઢના સેક્ટર-25 સ્થિત સ્મશાનગૃહમાં તેમનુ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.