મલ્હારને બનવુ છે 'સરદાર', જૂઓ ETV BHARAT સાથે ખાસ વાતચીત... - malhar thakar films
🎬 Watch Now: Feature Video
આણંદઃ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કલાકાર મલ્હાર ઠાકરે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે, પ્રાચીન ગુજરાતી ફિલ્મોનું ટ્રેન્ડ છોડી અર્બન ગુજરાતી ફિલ્મ તરફ હવે દર્શકોને આકર્ષણ વધ્યું છે. મલ્હાર ઠાકર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઉભરતો કલાકાર કે જેને લોકો તેના નામથી ઓછો અને તેની પ્રથમ ડેબ્યુ ફિલ્મમાં ભજવેલ પાત્ર 'વીકીડા' નામે વધારે ઓળખે છે. ઘણીવાર કિરદાર જ કલાકારની ઓળખ બની જતી હોય છે, જેના અનેક દાખલા ઈન્ડસ્ટ્રીમાં લોકો જોઈ ચૂક્યા છે, ત્યારે અર્બન ગુજરાતી ફિલ્મ અને ઓળખ અપાવનાર પાત્ર એટલે કે વર્ષ 2015માં આવેલી 'છેલ્લો દિવસ'નો વિકીડાએ આમ તો અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. મલ્હાર ઠાકર સાથે ઇટીવી ભારતે ખાસ વાતચીત કરી હતી, જેમાં બાયોપિકમાં સરદાર વલ્લભભાઈ પટેલનો રોલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.