સુશાંતિ સિંહ 'દિલ બેચારા'માં છેલ્લી વાર જોવા મળશે, ફિલ્મના કો-સ્ટારે વીડિયો શેર કર્યો - સુશાંતિ સિંહ રાજપૂત
🎬 Watch Now: Feature Video
બોલિવુડના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે 34 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહ્યું છે. આ સમાચારથી ફિલ્મ જગત અને તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કલાકારો આ દુનિયામાં નથી રહેતા, પરંતુ તેમના પાત્રો હંમેશા આપણા હૃદયમાં જીવંત રહે છે. સુશાંતે પોતાના દરેક પાત્રથી લોકોના હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. તેમની એક ફિલ્મ 'દિલ બેચરા' જલ્દી રીલિઝ થવાની હતી. પરંતુ તેની રીલિઝ પહેલા સુશાંતે દુનિયાને અલવિદા કહ્યું. આ ફિલ્મમાં સુશાંતનું છેલ્લું પાત્ર જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહેલી અભિનેત્રી સંજના સંઘીએ પણ એક વીડિયો શેર કરીને અભિનેતાના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.