Sal college controvers: સાલ એજ્યુકેશને સરકારી જમીન પર અન્ય કોલેજ શરૂ કર્યાંનો NSUI દ્વારા આક્ષેપ - સાલ કોલેજ વિવાદ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14682472-thumbnail-3x2-ahd-aspera.jpg)
અમદાવાદમાં ભાડજ સર્કલ (Bhadaj Circle in Ahmedabad )પાસે આવેલી સાલ એજ્યુકેશન પર NSUI એ આક્ષેપ કર્યો છે. જ્યારે સાલ એજ્યુકેશને(Sal college controversy) સરકાર પાસેથી મેડિકલ અને ડેન્ટલ કોલેજ( Bhadaj Sal Education)માટે જમીન મેળવી તેને 5 વર્ષમાં બંધ કરી દેવાનો આક્ષેપ NSUI દ્વારા (Ahmedabad NSUI) કરવામાં આવ્યો છે. મેડિકલ અને ડેન્ટલ કોલેજ બંધ કરી ત્યાં એમબીએ, ડિગ્રી, ડિપ્લોમા એન્જીનીયરીંગ તેમજ ફાર્મસી જેવા કોર્ષ શરૂ કરી દેવાયાનો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે. સરકારે સાલના ડિરેકટર રાજેન્દ્ર શાહને સેવાકીય પ્રવૃત્તિ માટે જમીન આપી હતી પરંતુ એના બદલે અન્ય સેલ્ફ ફાયનાન્સ કોલેજો ખોલી દેવામાં આવી છે. ત્યારે કોલેજ સામે કોઈ નકકર પગલાં નહીં લે તો હાઇકોર્ટમાં PIL કરવાની ચીમકી NSUIદ્વારા ઉચ્ચારવામા આવી છે. આ મામલે ડાયરેકટર રાજેન્દ્ર શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અમે મેડિકલ અને ડેન્ટલ કોલેજ બંધ કરી ત્યારબાદ હેતુફેર કરી વર્ષ 2009માં MBA તેમજ ડિગ્રી અને ડિપ્લોમા એન્જીનીયરીંગ અને ફાર્મસી કોલેજ શરૂ હતી. NSUIના તમામ આક્ષેપો પાયાવિહોણા છે.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST