Pardi Highway Accident: પારડી હાઇવે પર બાઇક ચલાકને અજાણ્યા વાહને ટક્કર મારતા ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત - પારડી હાઇવે અકસ્માત
🎬 Watch Now: Feature Video
પારડી નેશનલ હાઇવે પર (Pardi National Highway )શુક્રવારે મોડી રાત્રે વાપીથી વલસાડ જતા ટ્રેક પર બાઇકમાં 3 યુવકો જઈ રહ્યા હતા. આ દરમિયાન બંધ પડેલા ટેમ્પોને ઓવરટેક કરવા જતા આ બાઇક સવાર યુવકો નીચે પટકાયા હતા. આ સમયગાળા દરમિયાન પાછળથી આવતા ભારે વાહને ત્રણેય યુવાનોને અડફેટે લેતા( Pardi Highway Accident)ઘટનાસ્થળ પર જ મોત નિપજયા હતા. મૃતક ત્રણ યુવાનો ધરમપુર તાલુકાના હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પારડી વલસાડ હાઇવે (Pardi Valsad Highway)ઉપર થયેલા અકસ્માતમાં 3 યુવકોના મોત બાદ પોલીસ સ્થળ ઉપર પહોંચીને પોલીસે યુવાનોના પાકિટના આધારે પરિવારનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરી હતી. મૃતક યુવાનો વાપીની કમ્પની માંથી પરત પોતાના ગામ ધરમપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતની ઘટના બની હતી. ત્રણ યુવાનો ધરમપુર તાલુકાના કોસબાડી ગામના(Kosbadi village of Dharampur taluka)હોવાનું બહાર આવ્યું છે. પારડી પોલીસે(Pardi police) ઘટના અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST