નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે અમદાવાદ મુંબઇ હાઇવેનો વાહનવ્યવહાર ખોરવાયો - નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 2, 2022, 4:06 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

જુલાઈનું બીજું સપ્તાહ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું રહ્યું છે. નવસારી અને વલસાડ જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને (Heavy rain in Gujarat )કારણે નેશનલ હાઇવે નંબર 48 પર પાણી ફરી વળતા (Water Logging on National high way 48 )મુંબઇ અમદાવાદનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માખીંગા ગામ પાસે જ મોટા વાહનોને રોકી દેવામાં આવતા હાઇવે પર વાહનોની લાંબી કતાર (Traffic Jam of vehicles on the highway) લાગી ગઈ હતી. સુરત જિલ્લા પોલીસ (Surat District Police )દ્વારા હાઈવે પર ભરાયેલા પાણીને કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે નવસારી જિલ્લામાં પ્રવેશ પહેલા જ વાહનો અટકાવી દેવામાં આવ્યા હતાં. હાઇવે જામ થઈ જવાથી વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. 24 કલાક વાહનોથી ધમધમતો હાઇવે ભારે વરસાદને કારણે બંધ થઈ જતા હજારો વાહનોના પૈડાં થંભી ગયા હતાં.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.