કોન્ટ્રાક્ટરે રોડ સારો ન બનાવતા, લોકોએ શું કર્યુ જૂઓ વીડિયો - Road in dilapidated condition
🎬 Watch Now: Feature Video
હાવેરી (કર્ણાટક): હાવેરી તાલુકાના અક્કુરુ ગામમાં રોડ નિર્માણનું ખરાબ કામ (Bad road construction work in Akkuru village) પ્રકાશમાં આવ્યું છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે કામ કર્યાના ત્રણ દિવસમાં જ રોડ હવે જર્જરિત હાલતમાં છે. લોકોની ફરિયાદ છે કે કોન્ટ્રાક્ટરોએ રોડ માટે યોગ્ય માત્રામાં ડામ્બરનો ઉપયોગ કર્યો નથી. ધૂળ હટાવ્યા વિના જ રોડ પર ડામ્બર પાથરી દેવામાં આવ્યો હતો. જેના કારણે જર્જરિત હાલતમાં છે. અક્કુરના ગ્રામજનો ઘણા વર્ષોથી પૂરતા રસ્તાઓથી વંચિત છે. રોડનું કામ નબળું છે અને સ્થાનિકોએ ત્રણ કિલોમીટરના રોડના કામ માટે બ્લોક કરી દીધા છે. કોન્ટ્રાક્ટર માત્ર 500 મીટરનો રસ્તો પૂરો કરીને નાસી છૂટ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST