કિંગ કોબ્રાના કારણે અનેક લોકોએ છોડ્યા પોતાના ઘર, જાણો કહાણી - Ernakulam 12-foot King Cobra
🎬 Watch Now: Feature Video
કેરળના અર્નાકુલમ જિલ્લાના કોથામંગલમ ખાતે રવિવારે સાંજે એક વિશાળકાય કિંગ કોબ્રા પકડાયો હતો. કોથમંગલમના કુટ્ટપ્પન ગોપાલનની મિલકતમાંથી 12 ફૂટ લંબાઈનો સાપ (Ernakulam 12-foot King Cobra ) મળી આવ્યો હતો. કોડનાડ સેક્શન ફોરેસ્ટ ઓફિસર જે.બી. સાબુની આગેવાની હેઠળની ટીમે એક સાહસિક પગલું ભર્યું અને કિંગ કોબ્રાને પકડી લીધો હતો. આ સાપ પકડવાની પ્રક્રિયા જોવા માટે ઘણા લોકો એકઠા થયા હતા અને સાપને પછીથી જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.