Jamnagar News: જામનગર શહેરમાં મહિલા સાંસદ, મહિલા ધારાસભ્ય, મહિલા મેયર વગેરેની ઉપસ્થિતિમાં વોકથોન યોજાઈ - mp punam madam present at walkathon

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 22, 2023, 3:10 PM IST

જામનગર: વિઝન ક્લબ અને જામનગર મહાનગરપાલિકા દ્વારા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક હજાર મહિલાઓ વોકેથોનમાં જોડાઈ હતી. સાડી પહેરેલા પરિધાનમાં મહિલાઓએ વોકેથોન કર્યું હતું. સાંસદ પૂનમ માડમ વોકેથોનનમાં ઉપસ્થિત રહ્યા હતા. તળાવની પાળનો 400 મીટરનો તમામ મહિલાઓએ રાઉન્ડ લગાવ્યો હતો. વોકેથોન પૂર્ણ થયા બાદ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વોકેથોન લાખોટા તળાવના ગેટ નંબર 1 થી શરૂઆત થઈ હતી. જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, 78 - ઉત્તર વિધાનસભા વિસ્તારના મહિલા ધારાસભ્ય રિવાબા જાડેજા, નગરના પ્રથમ નાગરિક બીનાબેન કોઠારી, ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથના નેતા કુસુમબેન પંડ્યા અને અન્ય મહિલા કોર્પોરેટરો તેમજ વિઝન ક્લબના ફાઉન્ડર પ્રેસિડેન્ટ મીતાબેન દોશી, અને તેમની કમિટીના મહિલા સભ્યો વગેરે ભારતીય પરંપરા મુજબ સાડી પરિધાન કરીને ઉપસ્થિત થયા હતા. જામનગરમાં વિઝન ક્લબ દ્વારા અવારનવાર મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. ખાસ કરીને મહિલાઓ વિવિધ ક્ષેત્રમાં હરણફાળ ફરી રહી છે અને પોતાનું આગવું સ્થાન મેળવી રહી છે ત્યારે જામનગરમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હતી અને બાંધણી સાડીના પરિધાનમાં વખતે વોકેથોન કરતી નજરે પડી હતી. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.