વડોદરામાં બીજા તબક્કાની ચૂંટણીના મતદાનની શરૂઆત થઈ - પ્રિસાઈડિંગ સ્ટાફ
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના(Gujarat Assembly Election 2022) બીજા તબક્કાના મતદાનના મહાપર્વની શરૂઆત થઈ ગઈ છે. વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠક(Assembly meeting) માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેર જિલ્લાના 26.02 (Vadodara assembly seat ) લાખ મતદારો 72 ઉમેદવારોના ભાવિ નક્કી કરશે. વહેલી સવારથી જ મતદાનને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી સવારે અગ્રીમ મતદાન માટે મતદાન શરૂ થાય તે પહેલા જ 84 વર્ષના રમાબેન યાજ્ઞિક વૃદ્ધ દાદી પણ પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથે જ વડોદરા શહેર જિલ્લામાં 10 હજારથી વધુ સુરક્ષા કર્મીઓની તૈનાતી કરવામાં આવી છે. શહેર જિલ્લામાં 2590 મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. તો આ માટે 21 હજારથી વધુ પોલિંગ અને પ્રિસાઈડિંગ સ્ટાફ(Presiding Staff) તૈનાત કરવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST