આણંદ જિલ્લામાં 1810 મતદાન કેન્દ્રો પર મતદાનની શરૂઆત - ટ્રાન્સજેન્ડર મતદારો
🎬 Watch Now: Feature Video
આણંદ જિલ્લામાં(Anand assembly seat) બીજા તબક્કાના મતદાનની શરુઆત(Gujarat Assembly Election 2022) થઈ ગઈ છે. જિલ્લામાં કુલ 7 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ થતાં વહેલી સવારથી જ મતદારોની મોટી સંખ્યા જોવા મડી હતી 7 બેઠકો ઉપર ચૂંટણીમાં 2631 વિવીપેટ યુનિટનો ઉપીયોગ થશે. જ્યારે 2368 બેલેટ - કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે. જિલ્લામાં કુલ મતદાન મથકની સંખ્યા 1810 જેમાં 7ઇકો ફ્રેન્ડલી મતદાન મથકનો સમાવેશ થાય છે. જિલ્લામાં કુલ 17,66,177 મતદારો છે જે માંથી જિલ્લા માં ફૂલ 9,04,192 પુરુષ મતદારો નોંધાયા છે. જયારે જિલ્લામાં કુલ 8,61,857 સ્ત્રી મતદારો નોંધાયા છે. આ સાથે કુલ 128 ટ્રાન્સજેન્ડર મતદારો પણ જીલ્લામાં નોંધાયા છે. જિલ્લા ની 7 બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસ આપ અને અપક્ષ મળી કુલ 67 ઉમેદવારો મેદાનમાં છે. આણંદ જીલ્લામાં કુલ 67 પુરૂષ જ્યારે 2 મહિલા મળી કુલ 69 ઉમેદવારોના ભાવિ નક્કી કરતા મશીનમાં હવે જોવું રહ્યું કે પ્રજા કોને જીત અપાવે છે. જિલ્લામાં કુલ 9050 પોલીંગ સ્ટાફ તૈનાત રહેશે. 4700 થી વધુ સુરક્ષા કર્મીઓ પણ રહેશે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST