વડોદરાની વિશ્વામિત્રી નદી પડી ટૂંકી, મગર હવે હાઇવે પર મળ્યા જોવા - Vadodara Vishwamitri river
🎬 Watch Now: Feature Video
વડોદરાની વિશ્વામિત્રી નદી(Vishwamitri River Vadodara) એટલે મગરોની નદી કહેવામાં આવે છે કેમકે આ નદીમાં પાણી કરતા વધારે મગરો જોવા મળે છે. હવે તો આ મગરો વિશ્વામિત્રી નદીમાં(Vadodara Vishwamitri river) પણ સમાઇ શકતી નથી તેવું લાગી રહ્યું છે. કેમકે હવે આ મગરો શહેરમાં આવી રહી છે.ગઇ કાલે રાત્રે હાઇવે પર CNG પંપ પાસેથી છ ફૂટ લાંબા મગરને રેસ્ક્યુ (Crocodile Rescue Vadodara) કરવામાં આવ્યો હતો. વડોદરા નજીક ભણીયારા ગામ પાસે આવેલ CNG પંપના કર્મચારીને મગર નજરે પડતા તેમણે GSPCAની ટીમને રેસ્ક્યુ માટે બોલાવી હતી. ગત રાત્રે CNG પંપના કર્મચારીઓ ગાડીઓમાં ગેસ ભરી રહ્યા હતા. ત્યારે હાઇવેના સર્વિસ રોડ પર પંપ પાસે જ મહાકાય મગર તેમને જોવા મળ્યો હતો. આ મગર CNG પંપ તરફ અંદર આવતો હોવાથી કર્મચારીઓએ તેના પર ટોર્ચથી અજવાળું ફેંકતા મગર બાજુના ખેતર તરફ વળી ગયો હતો. પ્રેટોલ પંપના કર્મચારીઓએ રેસક્યુ ટીમને આ અંગે જાણ કરી હતી. મગર દેખાયાની જાણ થતાં જ રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી .અડધો કલાકની જહેમત બાદ અમે ખેતરમાંથી ટોર્ચના અજવાળાના સહારે મગરને રેસ્ક્યુ કર્યો હતો. આ મગરની લંબાઇ છ ફૂટ હતી મગરને રેસ્ક્યુ કર્યાની જાણ વાઘોડિયા વન વિભાગને(Waghodia Forest Department) કરવામાં આવી હતી. અને તેને સુરક્ષિત સોંપવામાં આવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST