પ્રિ મોન્સુન એકશન પ્લાનની બેઠક યોજાઈ, કલેક્ટરે અધિકારીઓને આટલી તકેદારી રાખવા સૂચના આપી - વડોદરા મહાનગરપાલિકા
🎬 Watch Now: Feature Video

આગામી ચોમાસામાં સંભવિત અતિવૃષ્ટિને ધ્યાને રાખીને વડોદરા કલેક્ટરે વિવિધ (Vadodara Collector meeting)વિભાગોના અધિકારીઓ સાથે આપદા વ્યવસ્થાપન (Monsoon in Gujarat 2022)અને પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી. પ્રાંત અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને મામલદારોને (Vadodara Municipal Corporation)ભૂતકાળમાં પૂરમાં અસરગ્રસ્ત થયેલા ગામોની આગામી પખવાડિયા દરમિયાન મુલાકાત લઇ સ્થળ સ્થિતિનો તાગ મેળવવા સૂચના આપી હતી. આગામી એક જૂનથી કન્ટ્રોલ રૂમ શરુ કરી દેવામાં આવશે. ભૂતકાળમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના અનુભવને ધ્યાને રાખીને પૂર્વ તૈયારીઓ કરવી જોઇએ આ પૂર વખતે NDRFની ટીમને જરોદથી વડોદરા પહોંચવા માટે ટ્રાફિક અડચણરૂપ થયાની બાબત ધ્યાને રાખીને તેમણે NDRFને એવો આગ્રહ કર્યો હતો કે વરસાદના સંજોગોમાં એક બે ટીમને અગાઉથી જ વડોદરામાં રાખી દેવાથી આપત્તિ સમયે મદદ પહોંચાડી શકાય. વડોદરા શહેર અને ગ્રામ્યના તરવૈયાઓને NDRF પાસે તાલીમ અપાવવા માટે કલેક્ટરે સૂચન કર્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST