મુંબઈથી રજા માણવા આવેલા બે યુવાનો અંબિકા નદીમાં ન્હાવા પડતા પાણીમાં ગરકાવ - દેવધા ડેમ નજીક આવેલી અંબિકા નદી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 28, 2022, 4:16 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

નવસારી દિવાળીની રજાઓમાં બીલીમોરા ખાતે પોતાના સંબંધીઓને ત્યાં આવેલા યુવાનો અંબિકા નદીમાં ન્હાવા પડતા પાણીમાં ડૂબ્યા હતા. મુંબઈમાં રહેતા 14 વર્ષીય મનોજ મંડલ પોતાના 13 વર્ષીય મિત્ર ઝિયાન સોહેલ મેહબૂબ શેખ સાથે બીલીમોરા ખાતે પોતાના નાના અરવિંદભાઈ પટેલના ઘરે દિવાળીની રજાઓમાં ફરવા માટે આવ્યા હતા. ગતરોજ બન્ને મિત્રો સાંજે દેવધા ડેમ નજીક આવેલી અંબિકા નદીમાં ન્હાવા માટે નદીમાં ઉતર્યા હતા. કોઈ કારણોસર બન્ને યુવાન પાણીમાં ગરક થઈ ગયા હતા. મોડી સાંજે સુધી બન્ને યુવાનો પોતાના નાનાને ત્યાં પરત ન ફરતા પરિવારએ શોધખોળ કરી હતી. જે બાદમાં બન્ને યુવાનો અંબિકા નદીએ ન્હાવા ગયા હોવાનું જાણ થતા પરિવાર દ્વારા બીલીમોરા ફાયરને જાણ કરવામાં આવતા બીલીમોરા ફાયરના જવાનો સહિત સ્થાનિક તરવૈયાઓએ યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. મોડી સાંજે બન્ને યુવાનોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યા હતા. આ સમગ્ર મામલે બીલીમોરા પોલીસને આગળની તપાસ હાથ ધરી છે. Two youths who had come for a holiday  drowned after taking a bath in Ambika river Bilimora Ambika River Ambika River near Devdha Dam
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.