અંબાજી મંદિરના બ્રાહ્મણોએ હોમહવન કરી મોરબી દુર્ઘટનાના પીડિતોને આપી શ્રદ્ધાંજલિ
🎬 Watch Now: Feature Video
અંબાજી: તાજેતરમાં મોરબી ખાતે ઝુલતું પુલ એકાએક તૂટી પડતા ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. જેમાં નાના મોટા સહીત 150 જેટલા લોકોના અકાળે મોત નિપજ્યા, જેના પડઘા ગુજરાત એક માત્ર રાજ્ય નહીં પણ સમગ્ર દેશમાં પડ્યા ને દેશ આખો આ ઘટના ને લઈ ભારે ચિંતાતુર બન્યો. આ દુર્ઘટના (Morbi bridge Tragedy) શક્તિપીઠ અંબાજી મંદિરના યાજ્ઞીક વીપ્ર મંડળના બ્રાહ્મણોના હ્રદયને પણ હલાવી દે તેવી ઘટના સાબિત થઇ હતી. આ કારણે વિવિધ ધર્મના લોકોની આત્માને શાંતિ મળે ને મોક્ષ મળે તે માટે અંબાજી મંદિર ચાચરચોકની યજ્ઞ શાળામાં યાજ્ઞીક વીપ્ર મંડળના બ્રાહ્મણો દ્વારા હોમહવન કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં (Tribute to Morbi disaster victims at Ambaji temple) આવી હતી. આ ઉપરાંત જે લોકો ઈજાગ્રસ્ત બન્યા છે, તેઓ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી સૌના કલ્યાણ અર્થે હવનમાં આહુતિ પણ આપવામાં આવી સાથે ભવિષ્ય માં પણ આવી ઘટના ક્યાંય ન બને તેવી પણ માં અંબે ને પ્રાર્થના કરી બ્રાહ્મણોએ સમગ્ર ઘટનાને લઈ સવેંદના વ્યક્ત કરી ચાચર ચોકમાં શ્રધ્ધાંજલી પણ આપનામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST