thumbnail

જામનગર ઉત્તર બેઠક પર ખરાખરીનો જંગ, આપના કરશન કરમુરે કર્યો પ્રચાર

By

Published : Nov 22, 2022, 11:06 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

જામનગર: જામનગર 78 વિધાનસભા બેઠક પર ખરાખરીનો જંગ ફેલાઈ રહ્યો છે કારણ કે, આ બેઠક પર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજા ના ધર્મપત્ની રિવાબા ચૂંટણી લડી રહ્યા છે, તો આમ આદમી પાર્ટીમાંથી કરસન કરમુર ચૂંટણી (AAP candidate campaign of Karshan Karamur) લડી રહ્યા છે. કરસન કરમુર જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર છે. તો સાથે સાથે કોંગ્રેસમાંથી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દીપેન્દ્રસિંહ જાડેજા પણ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે 78 બેઠક પર ત્રિપાઠીઓ જંગ જોવા મળી રહ્યો છે જોકે, આ બેઠક પર કોણ બાજી મારશે તે સમય નક્કી કરશે કારણ કે, કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. કરસન કરમુર જામનગર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર છે અને આહીર સમાજમાંથી આવે છે 78 વિધાનસભા બેઠક પર આહિર મતદારોનું પ્રભુત્વ છે અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party latest news) ગુજરાતમાં સારો દેખાવ કરે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. મોંઘવારી તેમજ વિકાસના નામે ભાજપ સરકારે લોકોને છેતર્યા હોવાના આક્ષેપો પણ પ્રચાર દરમિયાન કરવામાં આવી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.