Uttarakhand Weather : બદ્રીનાથનું લઘુત્તમ તાપમાન માઈનસ 9 ડિગ્રી, કેદારનાથમાં માઈનસ 5 ડિગ્રી તાપમાન, હિમવર્ષા શરુ - કેદારનાથ
🎬 Watch Now: Feature Video
Published : Nov 11, 2023, 5:09 PM IST
બદ્રીનાથ/કેદારનાથ : ઉત્તરાખંડના પહાડી જિલ્લાઓમાં હિમવર્ષા થઈ રહી છે. ચમોલી જિલ્લામાં ગુરુવારે મોડી સાંજથી જ હવામાનમાં મોટા ફેરફારના દ્રશ્યો સર્જાવા માંડ્યાં હતાં. જેના કારણે જિલ્લામાં હળવા વરસાદી છાંટા પણ પડવા લાગ્યા હતાં. મોડી રાત સુધી હવામાનમાં ફેરફારને કારણે બદ્રીનાથમાં સવારે ભારે હિમવર્ષા શરૂ થઈ હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે બદ્રીનાથ ધામમાં ચારેબાજુ બરફ કેવી રીતે દેખાઈ રહ્યો છે. કેદારનાથ ધામમાં હિમવર્ષાના કારણે આજે લઘુત્તમ તાપમાન માઈનસ 5 ડિગ્રી નોંધાયું હતું.
બદ્રીનાથ ધામમાં હિમવર્ષા : બદ્રીનાથ ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે. દરવાજા બંધ થતાં પહેલા ભક્તો અહીં ભગવાન બદ્રી વિશાલના દર્શન કરવા આવી રહ્યા છે. ભક્તો પૂજાઅર્ચના કરી આશીર્વાદ લઈ રહ્યા છે. હવે વરસાદના કારણે બદ્રીનાથ ધામમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વધુ હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે. બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં હિમવર્ષા થઈ રહી છે ત્યારે આજે બદ્રીનાથ ધામનું લઘુત્તમ તાપમાન માઈનસ 9 ડિગ્રી નોંધાયું હતું. કેદારનાથમાં માઈનસ 5 ડિગ્રી તાપમાન હતું.
હિમવર્ષા ચાલુ રહેશે : હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ચમોલી જિલ્લામાં કેટલાક સ્થળોએ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. દિવાળી નિમિત્તે હવામાનમાં આવેલા ફેરફારના કારણે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં ઠંડીનું મોજું વધતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ધીમે ધીમે વધતી જતી ઠંડીના કારણે સ્થાનિક લોકોને આગનો સહારો લેવો પડી રહ્યો છે.
બદ્રીનાથના કપાટ 18મી નવેમ્બરે બંધ રહેશે : બદ્રીનાથ ધામના દરવાજા શનિવાર, 18 નવેમ્બરથી શિયાળાની ઋતુ માટે બંધ થઇ જશેે. ધર્માચાર્ય અને તીર્થ પુરોહિતે બદ્રીનાથ ધામના કપાટ બંધ કરવાની તારીખ જાહેર કરી છે. બદ્રીનાથ ધામના દરવાજા શિયાળા માટે 18 નવેમ્બરે બપોરે 3.33 કલાકે બંધ કરવામાં આવશે. આ પછી ભગવાન બદ્રીનાથ આગામી 6 મહિના સુધી જોશીમઠમાં દર્શન કરવામાં આવતાં હોય છે.
કેદારનાથ ધામમાં પણ હિમવર્ષા : કેદારનાથ ધામમાં પણ હિમવર્ષા થઈ છે. હિમવર્ષાના કારણે કેદારનાથના શિખરો સહિત મંદિર પરિસર સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે. કેદારનાથનું આજે લઘુત્તમ તાપમાન - 5 ડિગ્રી હતું. કેદારનાથ ધામના દરવાજા શિયાળા માટે 15મી નવેમ્બરે બંધ થઈ રહ્યા છે. શિયાળાની રજાઓમાં ઉખીમઠમાં કેદારનાથની મુલાકાત લેવામાં આવશે.