Surat Uttarayan: સુરતીઓ ઉત્તરાયણના રંગમાં રંગાયા, ધામધૂમથી કરી ઉજવણી - ધામધૂમથી કરી ઉજવણી
🎬 Watch Now: Feature Video
Published : Jan 14, 2024, 7:31 PM IST
સુરત: મકરસંક્રાંતિનો તહેવાર સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવાયો. સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તરાયણમાં લોકોએ મનભરીને પતંગ ઉડાડીને ઉત્સવ ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. રવિવારે સવારે ધુમ્મસ હોવાથી પતંગરસિકો નિરાશ થયાં હતાં. પવનની દિશા વારંવાર બદલાતી હતી, જેથી પતંગ રસિયાઓએ પતંગ ચગાવવા માટે વલખાં મારવા પડ્યાં હતા. ઉતરાયણ પર પતંગ રસીકો આ દિવસની પણ મન ભરીને ઉજવણી કરે છે. ઉત્તરાયણે સવારથી પવન રહેતાં પતંગરસિયાઓ માટે સાનુકૂળ માહોલ રહ્યો હતો. બજારમાં પતંગ દોરી, ઉધિયું અને જલેબીની ઠેર ઠેર હાટડીઓ જોવા મળતી હતી જયાં ખરીદદારોની લાંબી લાઇનો પડી હતી. ઉત્તરાયણના પર્વ પર સુરતી લાલાઓએ કરોડો રૂપિયાનું ઊંધિયું ઝાપટી ગયા હતા. તેમજ ફુગ્ગાની ખરીદી માટે પણ લોકોને લાઇનમાં ઉભા રહેવું પડયું હતું.