Surat News: સી.આર.પાટીલની ઉધના ઓફિસ બની રામ મય, લેઝર શોમાં પ્રભુ શ્રીરામ સાથે પીએમ મોદીને બતાવ્યાં - પ્રભુ શ્રી રામ
🎬 Watch Now: Feature Video
Published : Jan 18, 2024, 10:45 AM IST
સુરતઃ સમગ્ર દેશ અત્યારે પ્રુભ રામમય બની રહ્યો છે. 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ છે. લોકો પોતપોતાની રીતે પ્રભુ શ્રી રામને આદર આપતા કાર્યક્રમો અને વિવિધ આયોજનો કરી રહ્યા છે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ સામેલ છે. સી.આર. પાટીલે પોતાની ઉધના ખાતેની ઓફિસમાં ખાસ લેઝર શોનું આયોજન કર્યુ છે. જેમાં પ્રભુ શ્રી રામના જુદા જુદા સ્વરુપો અને તેમના જીવન પ્રસંગોનું સચોટ વર્ણન કરવામાં આવી રહ્યું છે. આ લેઝર શોએ માત્ર ભાજપ કાર્યકર્તાઓ જ નહિ પરંતુ સમગ્ર સુરતવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. આ લેઝર શોમાં વડા પ્રધાન મોદીને પણ પોટ્રેટ કરવામાં આવી રહ્યા છે.