Navratri 2023: ઉત્સાહ સાથે ગરબાની રોનક જામી, ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં નહીં પરંતુ જોકર બનીને ગરબાની કરી રમઝટ - traditional dress Surat

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 8:57 AM IST

સુરત: નવલી નવરાત્રીમાં સામાન્ય રીતે ખેલૈયાઓ ટ્રેડિશનલ અને સેમી ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમતા જોવા મળે છે. પરંતુ સુરતના પાલ વિસ્તાર ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉધનાના યુવાઓના ગ્રુપ કોઈ ટ્રેડિશનલ ડ્રેસમાં નહીં પરંતુ જોકરના પરિવેશમાં ગરબા રમતા જોવા મળ્યા હતા. ખેલૈયા ગ્રુપના તમામ સભ્યોએ જોકરનો વેશ ધારણ કર્યો હતો. ગરબાના સ્ટેપ કરી રહ્યા હતા. જ્યાં એક બાજુ ગ્રાઉન્ડમાં તમામ ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં હતા. ત્યારે આ ગ્રુપના તમામ સભ્યો જોકરના વેશ ધારણ કરી ગરબાની રમઝટ માંડી રહ્યા હતા. લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કે નવરાત્રી પર્વ પર ગ્રુપના આ સભ્યો જોકરનો વેશ ધારણ કરીને શા માટે આવ્યા છે ? 

આ માટે ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમવા આવે છે પરંતુ અમે જો ઘર બનીને આ માટે આવ્યા છીએ કે જોકર લોકોને હસાવે છે. પોતે કેટલો પણ દુઃખી હોય પરંતુ લોકોને આનંદિત કરે છે. તેનો જીવન સહેલો નથી આ જ કારણ છે કે તેના મનની અંદરનો દુઃખ અને ચહેરા ઉપરનો સ્મિત બતાવવા માટે અમે જોકરનો વેશ ધારણ કર્યો છે.

  1. Navratri 2023: અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજીના ચાચરમાં ખેલાય છે ભક્તિભાવના ગરબા
  2. Navratri 2023: ગરબા મહોત્સવમાં હર્ષ સંઘવીએ માણી ગરબાની રમઝટ

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.