હવાલા કાંડ મામલે AAP ઘેરાઈ, પાર્ટી અધ્યક્ષે આપી પ્રતિક્રિયા - ઈન્કમટેક્સ વિભાગ
🎬 Watch Now: Feature Video
બારડોલી કેસ કાંડમાં એક બાદ એક ખૂલાસા થઈ રહ્યા છે. ત્યારે આંગડિયા પેઢી મારફતે દિલ્હીથી ગુજરાતના અનેક શહેરોમાં જે રીતે રોકડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. તે અંગેની તપાસ સુરત ગ્રામ્ય SOG ઉપરાંત ઈન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસ કાંડ બાદ જે રીતે હવાલા થકી રૂપિયા મોકલવામાં આવી રહ્યા છે. તે અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે. હાલમાં જ ખુલાસો થયો છે કે, અમદાવાદની આંગડિયા પેઢીમાં દિલ્હીના વેપારી અશોક ગર્ગે 108 વારમાં કરોડો રૂપિયા મોકલ્યા છે અને આ ખુલાસો ત્યારે એ થયો જ્યારે આમ આદમી પાર્ટીના બારડોલીના ઉમેદવારના ત્યાં 20,00,000 રૂપિયાની લૂંટ થઈ હતી. આ સમગ્ર મામલે ETV Bharatએ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સાથે વાતચીત કરી હતી. તેમણે આ તમામ આરોપોને તથ્યવિહોણા ગણાવી જણાવ્યું હતું કે, તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે જે સત્ય હશે તે બહાર આવશે. Surat Rural SOG investigation for Hawala racket of Bardoli Harsh Sanghavi slams AAP Aam Aadmi Party Gujarat Income Tax Department.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST