31st ને લઇને સુરત જિલ્લા પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન - Surat Police 31st prepared action plan
🎬 Watch Now: Feature Video
31st ને લઇને સુરત જિલ્લા પોલીસે (Surat District Police) એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પોલીસ દ્વારા ફાર્મ હાઉસમાં ચેકીંગ હાથ ધરવામાં આવશે તેમજ વાહન ચેકીંગ કરવામાં આવશે. સુરત જિલ્લા પોલીસે એક્શન પ્લાન (Surat Police 31st prepared action plan) તૈયાર કર્યો. સમગ્ર વિશ્વમાં 2022 વિદાય લઈ રહ્યું છે અને 2023નું આગમન થઈ રહ્યું છે ત્યારે 31st ને બસ હવે ગણતરીની કલાકો જ બાકી છે. વર્ષના છેલ્લા દિવસને લઈને લોકો ઉજવણી કરતા હોય છે.ત્યારે અનેક 31st ની ઉજવણીમાં અસામાજિક તત્વો પણ જોવા મળે છે.અને ઘણા યુવાનો નશો કરતા હોય છે.ત્યારે આ વર્ષે આવી કોઈપણ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે સુરત જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. સુરત જિલ્લા પોલીસે એક્શન પ્લાન તૈયાર (Surat Police 31st prepared action plan) કરી દિધો છે. સુરત ગ્રામ્ય DYSP બી.કે. વનારે જણાવ્યું હતું કે 31st ને પોલીસ સતર્ક છે,પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવશે,પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવનું(Surat Police Patrol) પણ આયોજન કરવામાં આવ્યું છે, પ્રોહિબિશન ડ્રાઇવ,વાહન ચેકીંગ તેમજ કોઈ ફાર્મ હાઉસમાં મહેફિલ ન થાય તે માટે અલગ અલગ ફાર્મ હાઉસમાં ચેકીંગ કરવામાં આવશે,સિટી તરફ આવતા જતા રસ્તા પર નાકાબંધી કરવામાં આવશે,નશો કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે શાંતિ પૂર્વ માહોલમાં ઉજવણી થાય તેવી જનતાને અપીલ કરીએ છીએ.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST