લીંબાયતમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ, સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઘટના - ઇલેક્ટ્રિકની દુકાનમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 7, 2022, 9:08 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

સુરતના લીંબાયત વિસ્તારમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ ( Shop vandalized by anti social elements in Surat ) કરવામાં આવી છે. દુકાનદારને માર પણ મારવામાં આવ્યો છે.આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ ( LimBayat Crime incident caught on CCTV ) થઈ છે. ગોડાદરા વિસ્તારમાં રહેતા અને લીંબાયતમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા નીતેશકુમાર જયસ્વાલે ફરિયાદ નોંધાવી છે કે ત્રણ જેટલા લોકો અચાનક તેમની દુકાનમાં આવી તોડફોડ કરવા લાગ્યા હતાં. ત્યારબાદ તેમને પણ ઢોર માર માર્યો હતો. ટીવી પણ તોડી નાખવામાં આવ્યું હતું. વેપારીને ત્રણ આરોપી ઈસમોએ કેમેરાના સ્ટેન્ડ વડે માર મારતા આંખની નીચે ઈજાઓ પણ થઇ હતી. આ સમગ્ર મામલે ભરતસિંગ, અંકિત અને જીતું નામના ઈસમો સામે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ ( Complaint Lodged in Limbayat Police Station ) નોંધાવાઈ છે. ઘણા સમયથી આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે. ફરિયાદના આધારે સુરત પોલીસે ( Surat Police )તપાસ શરૂ કરી છે અને સીસીટીવીના આધારે પણ આ લોકો અંગે પૂછપરછ શરૂ કરી દીધી છે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.