સમર્થકોના જીતના પ્રચંડ નારા સાથે શૈલેષ મહેતાએ ડભોઈ બેઠકથી ઉમેદવારીપત્ર ભર્યું - ભારતીય જનતા પાર્ટી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 16, 2022, 1:05 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

વડોદરા ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં 140 ડભોઈ વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શૈલેષ મહેતાએ પ્રચંડ જનસમર્થન સાથે નગરમાં રેલી સ્વરૂપે નિકળી સેવાસદન ખાતે પહોંચી પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. શૈલેષ મહેતાએ 140 ડભોઈ વિધાનસભા બેઠક ઉપર ભાજપનાં ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઐતિહાસિક હિરાભાગોળના કિલ્લામાં સ્થાપિત ગઢ ભવાની માતાએ દર્શન કરી રેલી સ્વરૂપે નિકળી પ્રચંડ જનસમર્થન સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવા જતી વેળાએ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. શૈલેષભાઇ મહેતા દ્વારા ડભોઇના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક હિરાભાગોળના કિલ્લામાં પ્રસ્થાપિત ગઢભવાની માતાના દર્શન કરી, આશીર્વાદ લીધાં હતાં. અને ઉમેદવારી પત્ર ભરતાં સમયે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે રહ્યા હતાં. ડી.જે.ના સૂર તાલ સાથે ડભોઇના વિવિધ માર્ગો ઉપરથી આ રેલી પસાર થઇ હતી. આ સમગ્ર માર્ગ ઉપર શૈલેષ મહેતાના સમર્થકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને ફુલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા. સાંસદ ગીતાબેન રાઠવા અને પુર્વ સાંસદ જયાબેન ઠક્કર ખાસ ઉપસ્થિતશૈલેષભાઈ મહેતા ( સોટ્ટા)ના ઉમેદવારી પત્ર ભરતી વેળાએ ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને વડોદરાનાં પૂર્વ સાંસદ જયાબેન ઠક્કરની ખાસ ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. તેઓ જણાવ્યું હતું કે, શૈલેષભાઈ મહેતા આ બેઠક ઉપરથી જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરશે. આપણે સૌ તેમને જીતાડવા માટે તત્પર રહીશું. Bharatiya Janata Party Gujarat Assembly Election 2022 Dabhoi assembly seat
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.