નશામાં ધૂત સ્કુલ બસ ચાલકે 40 વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતા અકસ્માત સર્જાયો - 40 વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતા અકસ્માત સર્જાયો
🎬 Watch Now: Feature Video
નવી મુંબઈમાં (મહારાષ્ટ્ર) દારૂના નશામાં સ્કૂલ બસ ડ્રાઈવર 40 વિદ્યાર્થીઓ સાથે સ્કૂલે જવા નીકળી રહ્યો(Drunken school bus driver) છે. જોકે, બસે કાબુ ગુમાવતાં તે રોડ પર આવેલી ઓટો રિક્ષાને ટક્કર મારી (bus rammed auto rickshaw) હતી. દરમિયાન સદનસીબે બસમાં સવાર વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. પોલીસે માહિતી આપી છે કે આરોપી ડ્રાઈવર વિરુદ્ધ NRI પોલીસ સ્ટેશનમાં મોટર વ્હીકલ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે બસ ડ્રાઈવર સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ ઉલવે સેક્ટર-21થી વિદ્યાર્થીઓને લઈ જઈ રહ્યો હતો. આ બસ ચાલકનું નામ અશોક જનાર્દન થોરાટ (ઉંમર 65 વર્ષ) છે. દરમિયાન એનઆરઆઈ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર મંગેશ બચકરે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST