Sattvik Food Festival 2023: સ્વાદ નહિ સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, જાણો સિક્કીમના મિલેટ મેનની કહાણી

By ETV Bharat Gujarati Team

Published : Dec 24, 2023, 8:07 PM IST

Updated : Dec 24, 2023, 8:34 PM IST

thumbnail

અમદાવાદ: Milet મેન તરીકે ઓળખાતા લમ ટી શેરિંગએ સિક્કિમની લુપ્ત થતી બાજરીની જાતો અને તેના સંવર્ધન માટે જાણીતા છે. ETV ભારત સાથે શ્રીન લેપચાએ વિસરાતી જતી બાજરીની વેરાયટી અંગે ઉપયોગી વાત કરી છે. તેમણે જણાવ્યું કે તેઓ તેમના દાદા-દાદીના સમયથી જ આ કામ કરી રહ્યા છે. અમારા વિસ્તારોમાં પાણીની સમસ્યા હોવાથી અમે વધારે પાણીની જરૂર ન પડે તેવી ખેતી કરીએ છીએ. તેના કારણે જો જમીન સારી ન હોય, એટલે કે તેમાં વધુ ઉત્પાદન થતું નથી, તેમાં બાજરીની ખેતી કરવાથી તેનું ઉત્પાદન સારું થાય છે. તેમાં પાણી પણ ઓછું હોય તો સારું રહેશે. અત્યારે મારી પાસે અલગ-અલગ વેરાયટીમાં આઠ વેરાયટી છે.  આ સિવાય તેમણે યુવાપેઢીને સંદેશ આપતાં જણાવ્યું હતું કે મિલેટ ખાવાના ઘણા ફાયદા છે. માટે સ્વાદ પર ન જાવ, સેહતનું જોવો.

Last Updated : Dec 24, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.