SAND ART IN ODISHA: હર ઘર તિરંગા અભિયાનને દર્શાવતું સેન્ડ સ્કલ્પચર - ઓડિશા પૂરી દરિયા કિનારો
🎬 Watch Now: Feature Video
ઓડિશાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કર્યું છે. વડાપ્રધાને હર ઘર તિરંગાને પરંપરા બનાવવા માટે આગ્રહ કર્યો છે. આ સંદર્ભે સેન્ડ આર્ટિસ્ટ પદ્મશ્રી સુદર્શન પટનાયકે ભારતીયોને વિશિષ્ટ રીતે સંદેશો પાઠવ્યો છે. તેમણે ઓડિશાના પુરી સાગત તટ પર એક સુંદર સેન્ડ સ્કલ્પચર બનાવીને હર ઘર તિરંગા કાર્યક્રમનું સમર્થન કર્યું છે. આ સેન્ડ સ્કલ્પચર 10 ફિટ પહોળું અને 5 ફિટ ઊંચુ છે. જેમાં ગામડા અને શહેરમાં દરેક ઘર પર તિરંગો લહેરાતો દર્શાવામાં આવ્યો છે, ઉપરાંત તેમાં છોકરો અને છોકરી પણ હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરતા નજરે પડે છે. તેમણે આ ખુજબ સુંદર સેન્ડ આર્ટ બનાવી છે. આ સેન્ડ સ્કલ્પચરને જોવા માટે મોટી સંખ્યામાં માણસો ઉમટ્યા હતા.