ખખડધજ રસ્તાના કારણે વાહન ચાલકોને હાલાકી, કોર્પોરેટર્સનું ઇન્વેસ્ટીગેશન - Vadodara Corporation
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરના ઇદગાહ મેદાન પાસેનો રસ્તો વર્ષોથી બિસ્માર (Road condition in Vadodara)હાલતમાં છે. આ રસ્તા ઉપર વારંવાર થીગડા મારવાની કામગીરી કોર્પોરેશન દ્વારા (Bad roads in Vadodara )કરવામાં આવે છે. પરંતુ પ્રોપર આયોજન સાથે રસ્તો ન બનતા દર ચોમાસામાં રસ્તાનું ધોવાણ થતું હોય છે. ખાસ કરીને આ માર્ગઉપર પાણીના ભરાવા સાથે રખડતા પશુઓનો ત્રાસ અને ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળે છે. આ અંગે વાહન ચાલકોની અને સ્થાનિકોની વર્ષોથી ફરિયાદ કરે છે. પરંતુ સમયસર નિરાકરણમાં તંત્રએ તસ્દી લીધી નથી. ખખડધજ રસ્તાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. તદુપરાંત આ માર્ગ ઉપર પાણીના ભરાવા સાથે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. લોકોની સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ આવે તે માટે નવી વરસાદી કાંસ અને પાણીની લાઈન નાખ્યા બાદ આરસીસી રસ્તો બનાવવાની વિચારણા હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST