Cyclone Biparjoy: ભારતીય તટ રક્ષક દળનું દ્વારકાના દરિયામાં રેસ્ક્યૂ ઓપરેશન, 11 લોકોને બચાવ્યા, જૂઓ વિડિયો
🎬 Watch Now: Feature Video
દ્વારકા : બિપરજોય વાવાઝોડાનો ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે. ત્યારે વાવાઝોડું હવે જેમ જેમ નજીક આવતું જાય છે તેમ પવનની ગતિમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દ્વારકા અને ઓખા વચ્ચેના દરિયામાં એક ખાનગી કંપનીની ઓઇલ રિંગમાં ફસાયેલા 11 કર્મચારીઓને ભારતીય તટ રક્ષક દળના હેલિકોપ્ટરની મદદથી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
દરિયામાં રેસ્ક્યૂ ઓપરેશન : બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર દ્વારા તમામ સુરક્ષા દળને એલર્ટ કરવામાં આવ્યા છે. આજે બપોરના સમયે દ્વારકા અને ઓખાના દરિયાની મધ્યમાં એક ખાનગી કમ્પનીના ઓઇલ રિંગના 11 કર્મચારીઓ સંકટમાં મુકાયા હતા. આ સમગ્ર બાબતની જાણકારી ભારતીય તટ રક્ષકદળને થતા હેલીકોપટર દ્વારા ઇમરજન્સી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જે વિડિઓમાં જોઈ શકાય છે.
ભારતીય તટ રક્ષક દળનો આભાર માન્યો : અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ ભારતીય તટ રક્ષક દળ દ્વારા હમેશા લોકો ની મદદ કરવા તત્પર રહ્યું છે. ખાનગી કમ્પનીના 11 કર્મચારીઓનો જીવ બચાવવામાં આવતા કર્મચારીઓ એ પણ ભરતીય તટ રક્ષક દળનો આભાર માન્યો હતો.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ : અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.