ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ, સાબરકાંઠામાં 24 કલાકથી વરસાદી માહોલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 25, 2022, 1:51 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

સાબરકાંઠાઃ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર( Heavy rains in North Gujarat )કરવામાં આવ્યું છે. ભારે વરસાદની સમભાનાને લઇને તંત્ર સજ્જ છે. ગત રાત્રીથી વહેલી(Heavy rain in Sabarkanth ) સવાર સુધી જિલ્લાના હિમતનગર, ઈડર, પ્રાંતિજ, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના વિસ્તારમાં મેધરાજા મહેરબાન થતાં નદી નાડા સહિત તળાવોમાં પાણીની આવક થતાં ખેડૂતો સહિત લોકોમાં ખુશી જોવા મળી હતી. હિંમતનગર નેશનલ હાઇવે નંબર 8 હજારોની સંખ્યામાં અવરજવર કરતા વાહનો મુંબઈથી દિલ્હી હાઇવે મુખ્ય જોડતો હાઇવે પર વરસાદી પાણી ભારાઈ જતા લોકોને મુશ્કેલી વેઠવી પડી છે. પાણી ભરાવવાના કારણે ટ્રાફિક જામ થતાં એમ્બ્યુલન્સ વાન પણ અટવાઈ હતી. સામાન્ય વરસાદ પડે તો પણ આ જગ્યા પર પાણી ભરાતા હોવાથી લોકો રોષે ભરાયા છે. તો બીજી તરફ હિમતનગરના છાપરીયા ચાર રસ્તા પાસે મોટું ગામડું પડ્યું હતું. રાત્રિ દરમ્યાન વરસાદી પાણીથી રિવરફ્રન્ટ કેનાલ (Red alert for heavy rain in North Gujarat )સાથે કનેક્ટ અને હિંમતનગર શહેર વચ્ચેથી પસાર થતી વરસાદી પાણી ભરાતા ગાબડું પડ્યું હતું. હજી ભારે વરસાદ પડે તો રિવરફ્રન્ટને મોટી નુકશાની થઈ શકે તેમ છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.