Monsoon Gujarat 2022: ભરૂચમાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ
🎬 Watch Now: Feature Video
ભરૂચમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા (Monsoon Gujarat 2022 )વરસાદને પગલે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ભરૂચમાં અતિભારે વરસાદને પગલે શાળા કોલેજો બંધ (Bharuch Red Alert)કરવાના આદેશો આપી દીધા છે. નીચાણવાળા વિસ્તારોમાં જેવા કે કસક, ધોડિકોઈ, ફુરજા, સેવાશ્રમ રોડ વગેરે વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં હતા. ભરૂચમાં એક અને અંકલેશ્વરમાં એક SDRFની ટીમ તૈનાત કરી(heavy rains in Bharuch) દેવામાં આવી છે. જો ભરૂચ અને અંકલેશ્વરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેને પોહચી વળવા માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. ભરૂચ જિલ્લામાં બે દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને હાલ નર્મદા નદીની જળ સપાટી 17 ફૂટની ઉપર વહી રહી છે. અંકલેશ્વરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં છે. અંકલેશ્વરથી ઓલપાડ સુરત જતા સ્ટેસ હાઇવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંકલેશ્વરના નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST